વલસાડ: આજરોજ આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખના જયેન્દ્ર ગાંવિતના અધ્યક્ષ સ્થાને જિલ્લા સમિતિ ઉપપ્રમુખ જીગ્નેશ ગોહિલ, મહામંત્રી શૈલેશ ત્રિપાઠી, S. C પ્રમુખ કૌશિક ઝાખિયા વલસાડ તાલુકા ઉપપ્રમુખ કૌશિક પટેલ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટરને સમગ્ર ગુજરાતમાં ટેટ-ટાટ પાસ યુવાનોની શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે વલસાડ જિલ્લા આપ પ્રમુખ જયેન્દ્ર ગાંવિતના અધ્યક્ષ સ્થાને જિલ્લા સમિતિ ઉપપ્રમુખ જીગ્નેશ ગોહિલ, મહામંત્રી શૈલેશ ત્રિપાઠી, S. C પ્રમુખ કૌશિક ઝાખિયા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

જયેન્દ્રભાઈ જણાવે છે કે ગુજરાતમાં શિક્ષકોની કેટલાં વર્ષોથી ભરતી થઇ નથી, તથા આદિવાસી વિસ્તારોમાં ઘણી પ્રાથમિક શાળા જર્જિત હાલતમાં છે, જેની જલ્દી ફાળવણી કરી નવી બનાવવાણી અમારી માંગ છે. તેમણે વધુમાં કહ્યું કે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકો છૂટો પાડવામાં આવ્યો ત્યાર થી લઈને અત્યાર સુધી તાલુકા શિક્ષણ અધિકારી માત્ર ઇન્ચાર્જમાં ફરજ બજાવે છે. સાથે ઓફિસ ક્લાર્ક પણ નથી. ગુજરાત સરકારને અમારી અપીલ છે કે ત્યાં જગ્યા પર પણ કાયમી ભરતી કરવામાં આવે.