નર્મદા: હાલમાં જ વરસાદ ઝાપટાં અને પવનના સુસવાટામાં ડેડીયાપાડા થી રાજપીપળા રોડ પર મોવી ચોકડી નજીક બીતાળા ગામના ફાટક પાસે આવેલું પીપળાનું ઝાડ ભોંય ભેગું થવાના કારણે મુસાફરોની મુશ્કેલીઓ વધી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે ડેડીયાપાડા થી રાજપીપળા રોડ પર મોવી ચોકડી નજીક બીતાળા ગામના ફાટક પાસે આવેલું પીપળાનું ઝાડ જમીનદોસ્ત થઈને રોડ પર પડેલું છે. આ રોડ રાજ્ય ધોરીમાર્ગ ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા માર્ગ છે. જેના કારણે રાજપીપળા થી આવતા સરકારી અધિકારીઓ અને આ રોડ પરથી પસાર થતાં લોકોને નેત્રંગ થઈને ડેડીયાપાડા જવાની ફરજ પડી હાલ ડેડીયાપાડા અને સાગબારા તરફથી આવતા રાહદારીઓ નેત્રંગ અને ડેડીયાપાડા વચ્ચે આવેલ ફૂલવાડી ચોકડી ડેડીયાપાડા થી અંદાજિત 17 કિલોમીટરના અંતરે આવેલ ફૂલવાડી ચોકડી થી ચોકડી થી જિલ્લા મથકે જવા માટે સ્થાનિક લોકો મજબુર બની ગયા છે.

આ સમગ્ર ઘટના Decision News ના માધ્યમથી વહીવટી તંત્રને જાણ કરવામાં આવી છે. ત્યારે ઝાડને રોડ પરથી હટાવવાનું કાર્ય તાત્કાલિક ધોરણે કરી.. વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે અને સાંજ સુધી આ રોડ રાબેતા મુજબ ચાલુ થશે એવી તંત્ર પરથી અપેક્ષા રાખીએ છીએ.