તિલકવાડા: ગુજરાતભરમાં ભલે આરોગ્યના વિકાસની વાતો થતી હોય પણ આદિવાસી વિસ્તાર નર્મદાના તિલકવાડા સરકારી હોસ્પિટલ પુરતો સ્ટાફ અને પુરતી આરોગ્યની સુવિધાના સાધનો ન હોવાના લીધે દર્દીઓને અટવાવાનો વારો આવતો હોવાનું બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે તિલકવાડાની સરકારી હોસ્પિટલમાં થોડા દિવસ અગાઉ ડાયાલીસીસ વિભાગમાં એસી બંધ હોવાની ફરિયાદ અને હવે એકસ રે મશીન ધૂળ ખાઇ રહયાંનું બહાર આવ્યું છે. લોકોના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે ફાળવેલ એક્સરે મશીનના છેલ્લાં એક વર્ષથી વધારે સમય વીત્યા છતાં ટેકનીશિયન ન હોવાના લીધે બિનઉપયોગી થઇ ગયું છે. અહીના મોટાભાગના ગરીબ આદિવાસી દર્દીઓ પૈસા ખર્ચી બહાર એક્સરે પડાવવા ડભોઇ વડોદરા કે રાજપીપળા જેવા શહેરોમાં જવા મજબુર બન્યા છે.
એક્સરે મશીનનો ટેક્નિસિયન ન હોવાથી આદિવાસી દર્દીઓ લાભ લઇ શકતા નથી. આ બધી વાતોથી આરોગ્ય ખાતાના અધિકારીઓ અજાણ છે એવું પણ નથી તેઓની જાણમાં છે આ બધું.. પણ તેમની લોકોને મદદરૂપ થવાની દાનત નથી એમ સ્પષ્ટ જણાય આવે છે. દર્દીઓની માંગ છે કે એક્સ રે મશીનના ટેકનિશીયનની તાત્કાલિક ધોરણે કરવામાં આવે.

