ડાંગ: દંડક અને ડાંગ ધારાસભ્ય વિજય પટેલ, પ્ર. આ. મો.ના મંત્રી, સામાજિક આગેવાન સુભાષ ગાઈન, વઘઈ તા. પંચાયતના સદસ્ય બળવંત દેશમુખ અને સ્થાનિક સામાજિક આગેવાનો ડાંગ જિલ્લામાં પડતાં અનરાધાર વરસતા વરસાદી પાણીનો સંગ્રહ કરી, જમીનનું જળસ્તર વધારવાનું આયોજન કરતાં જોવા મળી રહ્યા છે.

એવું જણાવા મળ્યું છે કે જૂજ યોજના નહેર પેટા વિભાગ નં.2, આહવા અને (2) દમણગંગા નહેર પેટા વિભાગ નં.3, આહવા છે. સરકારશ્રી દ્વારા આ પેટા કચેરીઓને, ડાંગ જિલ્લામાંથી પસારા થતી પુર્ણા, ગીરા, ખાપરી, અને અંબિકા નદી પર તેમજ તેમની પ્રશાખાઓ ઉપર, નાના-મોટા ચેકડેમો તથા વિયર બાંધવાની કામગીરી સોપાઈ છે.

આ વાયદુંન વિયર, બાદ ડાંગના શિવારીમાળ, હુંબાપાડા, અને આંબાપાડા (વઘઈ) ખાતે નિર્માણ પામી રહેલ વિયર (ડેમ) ના કામનું રૂબરૂ સ્થળ નિરીક્ષણ ડાંગના ધારાસભ્ય કર્યું હતું અને કામનું નિરીક્ષણ કરી, કામો ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થાય એની એજન્સીઓને સૂચનો કર્યા હતા