સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, અંબાલાલ પટેલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે, એટલું જ નહીં 10 ઇંચથી વધુ વરસાદ પડવાથી પુરની સ્થિતિ નિર્માણ થવાની વાત કહી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડશે. આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમા પાણી પાણી થઈ જશે, 10 ઇંચથી વધુ વરસાદ પડશે, એટલુ જ નહીં અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનું પણ નિર્માણ થશે.
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા, ડાંગ અને વલસાડમાં 8 ઈંથી વધુ વરસાદ પડશે. સુરત સહિતના ભાગમાં 4થી 5 ઈંચ વરસાદ પડશે.

આગામી 28 જૂનથી દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં, દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી.