વ્યારા: આદિવાસી વિસ્તાર એટલે કે પાંચમી અનુસૂચિ વિસ્તારમાં રહીએ છીએ. ભારતના સંવિધાન નાં 244(1) વિસ્તારમાં આપણને આપેલા હક અધિકારનું પ્રશાસનમાં બેઠેલા લોકોએ સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. જેને લઈને જમીન બચાવો, આદિવાસી બચાવો નારા કલેકટર સાથે એક 25 જુન રોજ સવારે 11-00 કલાકે આદિવાસી પંચે બેઠક કરવાનું નક્કી કર્યું છે.

આ બેઠકમાં નીચે પ્રમાણે મુદ્દા પર થશે વાત..
1) વ્યારા તાલુકાના માં સરકારી જમીન 70-80 લાખના મિલકત વાળા વ્યક્તિને ખેડવા આપી છે. જે જમીન વિહોણા લોકોને મળવા પાત્ર છે.
2) સરકારી જમીન ખેડી ને જીવન નિર્વાહ ચલાવવા આપી એ કહેવાતા ધાર્મિક સંપ્રદાય ને આપી દેવામાં આવી છે.
3) ધાર્મિક સંપ્રદાય આદિવાસી ખેડૂતને મારી નાખવાની ધમકી આપે છે.
4) પોલીસ ફરિયાદ આપ્યાના ૧૫ દિવસ પછી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
5) આદિવાસી ખેડૂતને એની માલિકીની ખેતીની જમીનમાં જવા દેવામાં નથી આવતા.
6) વ્યારા મામલતદાર જાત તપાસ કરી તેમાં આદિવાસી ખેડૂત સાચો છે એવું  સાબિત થાય છે તેમ છતાં ખોટો રિપોર્ટ આપવામાં આવ્યો છે.

આવા અનેક પ્રશ્નો છે. આદિવાસીની જમીન કોઈપણ ભોગે લઈ લેવી ધાક ધમકી થી એવા કાવતરા આદિવાસી વિસ્તારમાં થઈ રહ્યા હોય આપણે સૌ ભેગા મળી જિલ્લાના વડા કલેકટરને પૂછવા માંગીએ છીએ કે આદિવાસી વિસ્તારમાં શું કરવા માંગો છો અને જે બનવા બન્યો છે એને ન્યાય આપવા માંગો છો કે કેમ ? આમ આદિવાસી લોકોને આદિવાસી પંચે આહ્વાહન કર્યું છે.