ચીખલી: આજે પોલિયો રવિવાર.. આ દિવસની લઈને આજરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટર અને નર્સ દ્વારા જ્યારે સમગ્ર ગામમાં આશા બહેનો દ્વારા ગામમાં 3:30 વાગ્યા સુધીમાં સ્ટાફ નર્સના જણાવ્યા મુજબ 90% બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પોલીયો એક ગંભીર બીમારી છે. મોટાભાગે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેનાથી સંક્રમિત થાય છે. જેથી પોલીયોના વેક્સીનેશનના મહત્વ વિષે આ દિવસે જાગૃતતા આવે એવા ઉદ્દેશ સાથે ચીખલી તાલુકાના માંડવખડક ગામના સરપંચ વલ્લભભાઇ પણ બાળકોને પોલીયોના ટીપાં આપતાં નજરે પડ્યા હતા. માંડવખડક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજે પ્રા. શાળા માંડવખડક, વર્ગશાળા, શીંગળવેરી, પંચાયત કચેરી મિયાંઝરી, પ્રા.શાળા ઘોડવણી, પ્રા.શાળા ઢોલ્મુબર, સબ સેન્ટર અગાસી જેવા સ્થળોએ પોલીયોના ટીપાં આજે પીવડાવાયા છે. આવનાર સોમ,અને મંગળવાર સુધી ઘરે ઘરે જઈ નાના બાળકો અને નવા જન્મેલા બાળકોને પોલીયો મુક્ત કરવા આ મુહિમ ચાલુ રહશે.
શું છે પોલીયો..
પોલીયોને પોલીયોમાઈલાઈટીસના નામે ઓળખવામાં આવે છે. જે પોલીયો વાયરસના સંક્રમણના કારણે થાય છે, જે કરોડરજ્જુની ચેતાને અસર કરે છે. આનાથી લકવો થઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે. ક્લેવરલેન્ડ ક્લિનિક અનુસાર, પોલિયો વાયરસ પહેલા તમારા ગળામાં અને પછી તમારા આંતરડાને સંક્રમિત કરે છે. જેના કારણે ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. આ પછી ચેપ તમારા મગજ અને કરોડરજ્જુને લાગે છે. આ એક ચેપી રોગ છે, જે એક વ્યક્તિથી બીજામાં સરળતાથી ફેલાઈ શકે છે.
પોલીયો કેવી રીતે ફેલાય..
– ગંદુ પાણી પીવું કે તેમાં ભોજન બનાવવું
– ટોયલેટ જઈને સરખા હાથ ન ધોવા
– સંક્રમિત વ્યક્તિના થૂંક, લાળ લે મળના સંપર્કમાં આવવું
– ગંદા પાણીમાં સ્વિમિંગ કરવું
– ગંદુ ભોજન જમવાથી
પોલીયોના લક્ષણ..
તાવ, સુકુ ગળું, માથામાં દુખાવો, પેટનો દુખાવો, ઝાડા-ઉલટી, થાક, માંસપેશીઓમાં જકડન, હાથ કે પગને હલાવવામાં તકલીફ, લકવા જેવા..

