ગણદેવી: ‘ન કોઈ સંગઠન ન કોઈ ટ્રસ્ટ’ બસ બાળપણમાં નવસારી ખાપરવાડા ગામના પ્રાથમિક શાળામાં 7 માં ધોરણમાં ભણેલા મિત્રોનું એક ગ્રુપ છેલ્લાં ઘણા સમયથી સમાજસેવામાં અને ખાસ કરીને શિક્ષણમાં જે ગરીબ, સુવિધાઓથી વંચિત બાળકોના ભવિષ્ય ઘડતરમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લાના બાળપણમાં ખાપરવાડા ગામના પ્રાથમિક શાળામાં 7 માં ધોરણમાં ભણેલા મિત્રોનું એક ગ્રુપ છેલ્લાં ઘણા સમયથી જે ગરીબીના કારણે પોતાનો અભ્યાસ સારી રીતે કરી શકતા નથી એવા બાળકોને શિક્ષણમાં મદદરૂપ બનવાની કામગીરી કરે છે. બાળકોને પુસ્તકો, નોટબૂક, ટી-શર્ટ વગેરે વસ્તુઓ આપે છે. અને એક ઉમદા સેવાનું કામ કરી રહ્યા છે.

ગતરોજ આ ગ્રૂપ દ્વારા નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખેડીપાડા ગામની પ્રાથમિક શાળાના બાળકોને નોટબુકોનું વિતરણ કરીને ગરીબ બાળકોને પોતાના બહેતર ભવિષ્ય તરફ આગળ વધવા પ્રેરિત કર્યા હતા. અને જો આવનારા સમયમાં આ બાળકોને કોઈપણ પ્રકારની શૈક્ષણિક મદદની જરૂર હોય તો કરવાની બાંહેધરી આપી છે.