કપરાડા: કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની રવિવારે યોજાયેલી પ્રમુખ પદની ચૂંટણીમાં નવ સર્જન ટીમના મિતેષ પટેલનો વિજય થયો હતો. નોંધનીય છે કે 1392 ના મતદાન સામે મિતેષ પટેલને 627 અને રાજેશ પટેલને 137 મત મળતાં મિતેષ પટેલનો 490 મતે વિજય થયો હતો.
મિતેષ પટેલની સંપૂર્ણ પેનલ અગાવથીજ બિન હરીફ જાહેર થઈ હતી. Decision News ને જણાવ્યા મુજબ 1392 શિક્ષક મતદારો ધરાવતા કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મુદ્દત પૂર્ણ થતાં ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે નવસર્જન પેનલના તમામ સભ્યો બિન હરીફ ચૂંટાયા હતા. એકમાત્ર પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી, કુલ 1392 શિક્ષકો પૈકી 764 શિક્ષકોએ મતદાન કર્યું હતું. જેમાં મિતેષ પટેલ પ્રમુખ પદે વિજેતા થયા હતા, જ્યારે જીવણ ગાયકવાડ ઉપ પ્રમુખ અને દિનેશ ગાંવિત મહામંત્રી પદે બિન હરીફ ચૂંટાયા હતા.
રવિવાર હોવાના કારણે ઘણાં બધા શિક્ષકો મતદાનથી દૂર રહ્યા હતા. વિજેતા થયેલા મિતેષ પટેલે Decision News ને કહ્યું કે આવનારા સમયમાં શિક્ષકોના જૂની પેન્શન યોજના લાગુ પાડવા, વિવિધ પડતર પ્રશ્નો, પેન્શન સહિતના મહત્વના પ્રશ્નો નિવારવાના કામને પ્રાથમિકતા અપાશે.

