ધરમપુર: વલસાડ DSP ના અધ્યક્ષસ્થાને યોજાયેલા પોલીસ લોકદરબારમાં DSP એ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ધરમપુર તાલુકામાં વર્ષ દરમ્યાન 266 સગર્ભા માતાઓના મૃત્યુ દર થયા વિશેની વિષે અને ચિંતાજનક માહિતી આપી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ DSP વાઘેલાએ ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે લોક દરબારમાં જણાવ્યું કે રાજ્યમાં સૌથી: ધરમપુર તાલુકામાં માતા મૃત્યુદર છે. ધરમપુર તાલુકામાં હાલમાં જ 2 પ્રસુતા માતાના મૃત્યુ થયાં છે. જેનું – કારણ 15 થી 19 વર્ષની નાની વયમાં થવાથી થયાનું સામે આવ્યું છે. નાની વયમાં સગાઈ કરવાથી માતા મૃત્યુદરમાં વધારો જોવા રહ્યો છે. માતા મૃત્યુદર ઘટાડવા સમાજમાં જાગૃતિ લાવવા માટે ડી.એસા એ સામાજીક સંસ્થાઓને આગળ આ આપીલ કરી હતી.
આ લોક દરબારમાં સ્થાનિક એડવોકેટ અજીત ગરાસિયાએ ધરમપુર- વલસાડ માર્ગ પર રાત્રી દરમ્યાન મોટા વાહનોમાં લગાડવામાં આવેલી એલ.ઈ.ડી. લાઈટના કારણે અકરમાતો સર્જાતા હોવાથી એલ.ઈ.ડી. લાઈટ લગાડેલા વાહનના માલિકો સામે કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે અહીંના વિસ્તારમાંથી મજુરી અર્થે અન્ય શહેરી વિસ્તારમાં જતા લોકોમાં યોગ્ય સમજણનો અભાવ હોવાથી દંડાતા હોય છે. તેઓને સરળતાથી શાયસ-સ મળી રહે તે માટે કેમ્પ કરવા તેમજ ચોમાસાની ઋતુમાં ગિરિમયક વિલ્સન હીલ કે ઢાંકવળ ખાતે મોટી સંખ્યામાં આવતા બાઇક રાઇડરો પૂરપાટ ઝડપે વાહન હંકારીને કેટલીક વખત સ્થાનિક વાહનચાલકો કે રાહદારીઓને અડફેટે લેતા હોય છે તેઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

