સુબીર: ડાંગમાં પીપલદાહડ એટલે કે પૂર્વ પટ્ટી વિસ્તારમાં યુરિયા ખાતરનું વેચાણ થઈ રહ્યું છે એવા સમાચાર ન્યૂઝમાં પ્રસારિત થતાં એગ્રિકલ્ચર ઓફિસર દ્વારા પગલાં લેવામાં ના આવતા લોકોમાં અનેક તર્ક વિતર્ક લોક ચર્ચાએ જોર પકડ્યું છે.
જણાવા મળ્યું કે સુબીર તાલુકા પૂર્વ પટ્ટી વિસ્તારમાં યુરિયા ખાતરનું વેચાણ થઈ રહ્યું છે અને વેચાણ કરનારાઓ દ્વારા નિર્દોષ લોકોને મારા મારવામાં આવ્યો છે અને આ બધી ઘટના સુબીર પોલીસ સ્ટેશને પોહચી અને પોલીસ દ્રારા FRI દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જાહેર તો કરવામાં આવ્યા છે તો તેની ખરેખર જવાબદારી કોની ? કારણ કે ખાતર વેચાણના અહેવાલ વારંવાર છપાતા હોવા છતાં પણ એગ્રીકલચર ઓફિસર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેતા નથી. લાગે છે તંત્રને કઈ પડી નથી કે મીઠી નીંદરમાં છે.
સવાલ ઊભો થાય છે તો શું બરડા ગામે એગ્રીક્લચર ઓફિસર દ્રારા તપાસ કરવામાં આવશે ખરી ? કે ખાલી આહવાની AC ઓફિસમાંથી ડાંગ રસાયણ મુક્ત જીલ્લો જાહેર કરતાં રેહશે આ અધિકારીઓ.. શું એગ્રીક્લચર ઓફિસર માર ખાનાર લોકોને ન્યાય આપી શકશે ખરા ? ઓર્ગેનિક ડાંગ જિલ્લામાં ખાતર વેચાણની દાળમાં કાંઈક તો કાળું ધોળું છે કે પછી આખી દાળ જ કાળી છે એ તો તપાસનો વિષય બન્યો છે.