વલસાડ: પારડીમાં રહેતી એક સગીરા પર થયેલા દુષ્ક્રમ મામલે દુષ્કર્મ આચરનાર યુવક સહિત મદદગારી કરનાર યુવતી અને અન્ય એક યુવક સામે પોલીસે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર સગીરાની એક યુવતી સાથે મુલાકાત થયા બાદ યુવતી સગીરાને ઉદવાડા લઈ ગઈ હતી.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જ્યાં યુવતીને મિત્ર અને અન્ય એક યુવક પ્લાન મુજબ આવી ગયા હતા. ત્યાંથી ચારેય લોકો એક વાડી વિસ્તારમાં ગયા હતા. જ્યાં એક યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે યુવક અને એક યુવતી સહિત ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના પારડી તાલુકામાં રહેતી એક સગીરા સાથે એક વિશાખા નામની એક યુવતીએ મિત્રતા કરી હતી. વિશાખા અને તેનો મિત્ર વિજય ઉર્ફ કાલુ સગીરાને ઉદવાડા બેંકના કામ માટે લઈ ગયા હતા. જ્યાં પ્લાન મુજબ ધ્રુવલ નામનો એક યુવક આવી પહોંચ્યો હતો. ત્યાંથી વિશાખા, વિજય ઉર્ફે કાલુ અને ધ્રુવલ સગીરાને એક વાડીમાં લઈ ગયા હતા. જ્યાં ધ્રુવલે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. બીજા દિવસે સગીરાના પેટમાં દુખાવો ઉપડતા તેને તેના માતાપિતાને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ધ્રુવલ અને મદદગારી કરનાર વિશાખા અને વિજય ઉર્ફે કાલુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.