ભરૂચ: ભરૂચ જિલ્લાના એક લાખ જેટલી વસ્તી ધરાવતા નેત્રંગ તાલુકાના લોકોની ફરિયાદોને ધ્યાને લઇ, તા.૧૮/૦૬/૨૦૨૪ ના રોજ, તાલુકાની એક માત્ર સરકારી હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગની રૂબરૂ મુલાકાત કરતા ગંભીર બાબતો ધ્યાને આવેલ છે. આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને અપૂરતા સ્ટાફ અને અપૂરતા સાધનોને કારણે ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી મશીન છે. પણ આજદિન સુધી એક પણ દર્દીનો રિપોર્ટ કરેલ નથી. કેમકે ગાયનેક નથી. એક્સ-રે મશીનનો ટેકનીશિયન કાયમી નથી, અઠવાડીયે એકાદ વાર આવે-તો આવે, ન પણ આવે, લેબોરેટરી માટે લેબ ટેકનીશયન નથી. હાડકાના સર્જન નથી. અહી સ્લીપર ન હોવાના કારણે મૃતદેહ ને પીએમ કરાવવા મૃતકના સગાએ પોતે ગાડી ભાડે કરી, વાલીયા ખાતે લેવા-મુકવા જવું પડે છે. અને મૃતદેહ ના પીએમ માટે સ્લીપરને ૧ ડેડબોડી દીઠ ૩૦૦૦ રૂપિયાનો ચાર્જ ચૂકવવુ પડે છે. પરિવાર પર આવી પડેલા આવા દુઃખના સમયે પણ પૈસા ઉઘરાવવામાં આવે છે. મોત નો મલાજો જળવાતો નથી.

પત્રમાં વધુમાં લખ્યું કે આ અતિ ગંભીર બાબત છે. અહી એક જ ડોક્ટર થી આખું સામુહિક આરોગ્ય કેન્દ્ર ચાલે છે. જેથી સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ, તાત્કાલિક ધોરણે પૂરતા સ્ટાફ અને સાધનો પુરા પાડી લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા મારી આપ શ્રી ને નમ્ર અપીલ છે.