રિસર્ચ રિપોર્ટ: જો 21મી સદીને વિકાસની વૃષ્ટિએ એશિયાની સદી ગણવામાં આવે તો તેને સમસ્યાઓની સદી કહેવામાં પણ ખોટું નહીં લેખાય. તેની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2021માં સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે 81 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

યુનિસેફ સાથે ભાગીદારીમાં અમેરિકા સ્થિત સ્વતંત્ર રિસર્ચ સંસ્થા હેલ્થ ઇફેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ (HEI)એ બુધવારે આ અહેવાલ બહાર પાક્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ વર્ષ પહેલા ચીનમાં 21 લાખ અને ભારતમાં 23 લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે, વાયુ પ્રદૂષણે બાળકો પર પણ કહેર વર્તાવ્યો હતો.

એક સર્વેક્ષણ અનુસાર ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 1,69,400 બાળકોના મોત થયા છે. એ પછી નાઈજીરિયામાં 1,14,100, પાકિસ્તાનમાં 68,100, ઈથોપિયામાં 31,100 અને બાંગ્લાદેશમાં 19,100 બાળકોના મોત થયા છે.