રાજપીપલા: સમગ્ર વિશ્વ આ વર્ષે ૨૧મી જૂનના રોજ 10 મા ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવા જઈ રહ્યું છે. યોગ થકી માનવ જીવનના આરોગ્યની ગુરૂચાવી ભારત દેશે સમગ્ર વિશ્વને આપી છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ નર્મદા જિલ્લો જાણે યોગમય બની રહ્યો છે. જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને બાળકો દ્વારા યોગાભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીને સફળતા અપાવવા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાની ભાગીદારી નોંધાવી આ દિવસની ઉજવણીમાં સહભાગી થવા જિલ્લાના નાગરિકોને અપીલ કરી રહ્યા છે.