આહવા: આજરોજ આહવા નગરમાં પાણી માટે જીવાદોરી સમાન એક માત્ર તળાવ આવેલ છે. જે હાલના સમયમાં સુકાઈ જવા પામેલ છે. અને તેમાં જળકુંભીનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળેલ છે. આ તળાવ સુકાઈ જવાથી આહવા ગામમાં પાણીના તળ ખુબ ઊંડા ગયા છે તેમજ મૂંગા પશુ પક્ષીઓને પણ પાણીની હાલાકી વેઠવી પડે છે. ઉપરાંત આ તળાવનો ગ્રામજનો દ્વારા સામાજિક કાર્યોમાં પણ ઉપયોગ થતો હતો જે આજે શક્ય નથી. જેને લઈને આહવાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્નેહલ ઠાકરેએ રજુવાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે “સુજલામ સુફલામ યોજના” હેઠળ આ તળાવમાંથી જળકુંભી કાઢવાની યોજનાનો શુભારંભ થયો હતો જેમાં મુખ્યમંત્રીશ્રી એ પણ બોટ માં બેસી જળકુંભી કાઢી કામની શરૂઆત કરાવેલ હતી. અને પાછલા એક બે વર્ષો માં માનનીય પ્રધાન સેવક મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ “અમૃત સરોવર” યોજના નામે હજી વધારા ની ગ્રાન્ટ તળાવ ઊંડો કરવા, માટી કાઢવા અને જળકુંભી કાઢવા વાપરવામાં આવી છે છતાં તમારી અને તંત્રની ઉદાસીનતાના લીધે આજે આહવા ના જીવાદોરી સમાન એકમાત્ર તળાવની અત્યંત દયનિય હાલત થવા પામી છે. તે જ રીતે આહવા નગર ના ઘણા ફળીયા માં લાઈટની સુવિધા નથી, કોઈ જગ્યા ગટર ઉભરાઈ છે તો કોઈ જગ્યા આવન જાવન માટે ગલી ફળીયા માં સારા રસ્તા નથી અને પીવા તથા વાપરવાનું પાણી તો આઠ દશ દિવસે પણ મળતું નથી.

છેલ્લા દશ વર્ષ માં ભૂતકાળ માં આપના પક્ષ દ્વારા અને તમારી ઉમેદવારી દરમિયાન તમોએ પ્રચાર પ્રસાર દરમિયાન આહવા ગામની ભૌતિક અને પાયાની સુવિધાઓ માટે વચનો આપેલા હતા. આજે તમે આહવા નગરના ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તેથી ઉપરોક્ત સમસ્યાઓ બાબતે સબંધિત ખાતામાં કે અધિકારીઓને રજુઆત કરવાની નૈતિક ફરજ અને જવાબદારી સૌ પ્રથમ તમારી જ છે. જેથી મારી અને ગ્રામજનો વતી તમોને નમ્ર અરજ છે કે આ વાતની ગંભીરતા સમજી સબંધિત ખાતા અને અધિકારીઓનો તાત્કાલિક સંપર્ક કરી ઉપરોક્ત સમસ્યાઓ પર ધ્યાન આપી આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઈ ભોંયે આહવા જિલ્લા સદસ્ય નીલમબેન ચૌધરી, આહવા તાલુકા સદસ્ય, તાલુકા સદસ્ય 2, તાલુકા સદસ્ય 3, આહવા ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ તમારી જવાબદારી નિભાવશો.