વલસાડ: વર્તમાન સમયમાં મહિલાઓનું ગુમ થયાના કિસ્સાઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વધવા લાગ્યા છે ત્યારે ગતરોજ વલસાડના ધોબીતળાવની પરિણીતા બે બાળકો સાથે ગુમ થઇ ગયાની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથક કરાઈ છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડના ધોબીતળાવ પોલીસ ચોકીની સામે વસંત ધોબીની બાજુમાં રહેતી 25 વર્ષીય પૂર્વી મનિષ બરોડિયા પોતાના બે બાળકો હેત્વી અને રીયાંશને લઈ તા. 12 જૂન 2024ના રોજ સવારે 9 કલાકે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. જેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા વલસાડ સિટી પોલીસ મથકે પરિવારજનોએ જાણ કરી હતી.

ગુમ થનાર પૂર્વી શરીરે મધ્યમ બાંધો, ગોરો વર્ણ અને પાંચ ફૂટ ઉંચાઈ ધરાવે છે. જેણે સફેદ કલરની હાફ બાયની ટીશર્ટ અને કાળા કલરનો પ્લાજો પહેર્યો હતો. જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. હેત્વી મધ્યમ બાંધો, ગોરો વર્ણ તેમજ રીયાંશ પણ ગોરો વર્ણ ધરાવે છે. જે કોઈને પણ તેઓની ભાળ મળે તો વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરવા અપીલ કરવામાં આવી છે .