વલસાડ: રાજ્ય હવામાન વિભાગની આગાહી બાદ 6ઠી જુનથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે સવારથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બપોરે 12થી 2 દરમ્યાન વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં સ્થાનિક લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ અને યુવક યુવતીઓએ વરસાદની મઝા માણી હતી. જ્યારે કેરીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ચિંતાનો વિષય રહ્યો હતો.

રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ પંથકમાં વરસાદની આગાહી કરી હતી. જે આગાહીને લઈને વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર સહિત ધરમપુર શહેરમાં વરસાદ પડ્યો હતો.

વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં વરસાદ પડતાં ધરમપુર શહેર અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ અને યુવાનોએ વરસાદમાં પલડી વરસદની મઝા માણી હતી. સાથે અચાનક વરસાદ પડતાં વાહનોની ગતિ ધીમી પડી હતી. ધરમપુર તાલુકા અને અજુવાજુના વિસ્તારમાં રહેતા ખેડૂતો કેરીના તૈયાર થઈ રહેલા પાકને લઈને ચિંતામાં મુકાયા હતા.