દક્ષિણ ગુજરાત: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આમ આગામી છ દિવસ સારો એવો વરસાદ પડવાની સંભાવના છે. જેંમા સુરત, ડાંગ, નવસારી, તાપીમાં સારો એવો વરસાદ પડશે. વરસાદ દક્ષિણ ગુજરાતના પ્રદેશ ઉપરાંત દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ આવશે. દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ છૂટોછવાયો વરસાદ આવશે.

હવામાન જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. ગઇકાલથી જ વરસાદની અસર શરૂ થઈ ગઈ છે. બુધ અને શુક્ર ગ્રહ આદ્ર નક્ષત્રમાં આવતા વરસાદની આગાહી છે. 17થી 28 જુન સુધી વરસાદ રહેશે. આદ્ર નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાય છે. ભીમ અગિયારે ગુજરાતના ખેડૂતો મુહૂર્તમાં વાવણી કરે છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતનું ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે. સિસ્ટમ નબળી પડી ગઈ છે, તેથી ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું અને આગળ વધ્યું નથી. થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી સાત દિવસમા જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ વરસશે. અંબાલાલ પટેલ જણાવે છે કે ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન સુધી મેઘમહેર જોવા મળશે.