ડાંગ: ગુજરાતના છેવાડે આવેલાં ડાંગ જિલ્લામાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરીને લોકોના ટેક્સના રૂપિયા ચાવ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવતી નથી ગામડામાં થતા વિકાસના કામોમાં નકરી વેઠ ઉતારવામાં આવતી હોવાના દ્રશ્યો વારંવાર સામે આવે છે.
Decision News ને મળેલી માહિતી મુજબ જિલ્લાના આહવા તાલુકાના બોરખલ ગાયખાસ વચ્ચે પુલનું કામ અધૂરું હોવાના કારણે અને કોન્ટ્રાકટર બેકારદારીન લીધે ગાયખાસ અને ચવડેલના લોકોને મોટી સમસ્યા ભોગવવી પડી રહી છે. ગતરોજ 12.30 વાગ્યાની આસપાસ બોરખલ ગામના પુલ પાસે 108 અટવાઈ જતાં ગામ ન આવી શકવાને કારણે એક દર્દીને 2 કલાક સુધી દર્દની પીડા સહન કરવી પડી હતી અને તેમ છતાં 108 ન આવી શકતાં આખરે દર્દીએ જ 108 પાસે મુશ્કેલ ભરી સ્થિતિમાં જવાની નોબત આવી હતી
આ તો એક ગામનો કિસ્સો છે આ સ્થિતિ ડાંગ જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં જોવા મળે છે પણ આ બાબતે ન તો ચૂંટાયેલા નેતા કઈ બોલવા તૈયાર છે ન અધિકારીઓ.. લોકો કહે છે નેતાઓને અને અધિકારીઓને વિકાસના કામોં લઈને કટકી મળી જાય છે એટલે લોકો માટે તેઓ વિચારતાં નથી હજુ તો ચોમાસા આવ્યા ન માંડ બ ત્રણ દિવસો થયા છે આવનારા દિવાસોમાં દર્દીઓ બીમાર પડશે અને 108 આવવા માટે શું સ્થિતિ સર્જાશે એતો પ્રકૃતિ જ જાણે..