ડાંગ: 11 જુનના રોજ, વર્લ્ડ વિઝન ઇન્ડિયા-વઘઇ દ્વારા દુધ શિત કેન્દ્ર-વઘઇ ખાતે પંચાયત સમન્વય સમિતિ & (CBO)ની તાલીમ યોજવામાં આવી હતી. જેમા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયતના સમિતિ મોટાભાગના સભ્ય હાજર રહ્યા હતા.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ તાલીમ કાર્યક્રમમાં વર્લ્ડ વિઝન ઇન્ડિયાના પ્રોજેકટ ઓફિસર શ્રી પ્રસન્નાએ સમિતિનો ઉદ્દેશ અને કામગીરી વિશે માહિતી આપી, CBO ના તમામ સભ્યોને યોગ્ય કામગીરી કરવા જણાવ્યું હતું. તેમજ શ્રી દિલીપ ગાવિતે પંચાયત સમન્વય સમિતિની કામગીરી શું રહેશે અને તેની જવાબદારીઓ કઇ હશે તે અંગેની જાણકારી અને તાલીમ આપી હતી. શ્રી જશવંત ગરાસિયાએ વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા કરવામાં આવતી કામગીરીની જાણકારી આપી હતી.

તેમજ શ્રીમતી સુકીર્તિ ખ્રિસ્તીએ કુપોષણ, બાળલગ્ન અને બાળ મજૂરીને સમાજમાંથી દૂર કરી સમાજને મજબૂત બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. આ કાર્યક્રમમાં એડિશનલ તાલુકા વિકાસ અધકારી શ્રી વિહાન દેસાઈ, ચિકાર ગામના સરપંચ શ્રી રમેશભાઈ પવાર સહિત પંચાયત સભ્યો, આંગણવાડી બહેનો તેમજ આશા બહેનો ઉપસ્થિત રહી હતી.