ધરમપુર: આદિવાસી વિસ્તારના ધરમપુર તાલુકામાં આવેલાં શેરીમાળ શાળામાંથી NMMS પરીક્ષામાં 27 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 04 વિદ્યાર્થી ક્વોલિફાઈડ ઈન મેરીટ, 21 વિદ્યાર્થી ક્વોલિફાઈડ અને 02 વિદ્યાર્થી નોટ ક્વોલિફાઈડ થયા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ  કૃપાલીબેન વિજયભાઈ પટેલ 124/180 ગુણ, પુનિતકુમાર રાજેશભાઈ પટેલ 108/180 ગુણ, કૃષાલી નરેશભાઈ ચૌધરી 107/180 ગુણ, આદર્શકુમાર સુનિલભાઈ નાયક 103/180 ગુણ પાસ થયા છે. રાજ્ય મેરીટમાં આવનાર દરેક વિદ્યાર્થીને મહિનાના ₹1000 લેખે 4 વર્ષ (ધોરણ – 9 થી 12 ) દરમિયાન ₹48000 સ્કોલરશીપ મળશે…

શિક્ષકોનું કહેવું છે કે  ખુબ જ મહેનત પરંતુ કોઈક કચાશના લીધે મેરીટમાં ન આવી શકનાર વિદ્યાર્થીઓ તમે નિરાશ ન થતાં તમે જે શીખ્યા છો એ આવનાર સમયમાં તમને ખુબ જ કામ આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જે વિદ્યાર્થીઓ સ્નાતક પછી શીખે છે તેનાં બીજ તમારામાં અત્યારથી રોપાયા છે. જે તમારા માટે પાયો બનશે. તમે COVID – 19 ના લર્નિંગ લોસ છતાં સિદ્ધ કરી બતાવ્યું છે. તમે ખુબ પ્રગતિ કરી શકશો.