વલસાડ: બે દિવસ પહેલાં જ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સુવિધા અને ડોકટરી સેવા ચકાસવા ફિલ્મી ઢબે ચેક કરનારા વલસાડ- ડાંગ બેઠકના નવા સાંસદ ધવલ પટેલને કપરાડાના લોકોએ આમંત્રણ આપ્યું છે કે સુવિધાવાળી હોસ્પિટલને ચેક કરવા કરતા અમારા કપરાડાની સુવિધાથી વંચિત રેફરલ હોસ્પીટલની એક મુલાકાત તો લો..કે જીતુભાઈએ ના પાડી છે..!

હોસ્પિટલોમાં ડોકટરી સેવાઓ અને દર્દીઓની લેવાતી કાળજીઓ અંગે ચકાસણી કરવીએ બિરદાવા લાયક કામ સાંસદ ધવલ પટેલે કર્યું છે પણ પ્રશ્ન એ છે કે વલસાડ સિવિલમાં તો સારી સુવિધાઓ છે. સ્ટાફ છે. પણ જ્યાં રેફરલ હોસ્પિટલ છે કપરાડાની ત્યાં તો માળખાકીય સુવિધાઓના અભાવની તો વાત છોડો ત્યાં ડોકટરી કે નર્સનો પુરતો સ્ટાફ પણ નથી ત્યાં સારવાર લેતા દર્દીઓની સ્થિતિ કેવી હશે.. એનો વિચાર ધવલભાઈએ ન કરવો જોઈએ..? કપરાડા સિવાય ડાંગ સિવિલ ની પણ એક મુલાકાત તો થવી જોઈએ.. કદાચ ત્યાં પણ દર્દીઓને જોઈ તમારી આંખોમાં આશુ આવી જાય..

ધવલભાઈ શહેરોના આરોગ્યના વિકાસ કે માળખાકીય સુવિધા ઘણી ખરી છે પણ ગામડાઓમાં જુઓ ધવલભાઈ.. આરોગ્યના નામે અમુક જગ્યાએ 0 જોવા મળે તો નવાઈ નહિ.. માટે ગામડાઓમાં ધવલભાઈ ધ્યાન આપો તો સારું એમ કપરાડાવાસીઓ તમને અપીલ કરે છે. કેમ કે ગામડાઓના આરોગ્ય વિકાસથી જ ગુજરાતના આરોગ્ય વિકાસની પરિભાષા સાર્થક થશે. બાકી તો જેસે થે..