વાંસદા: વાંસદા તાલુકાની મોટા ભાગની આંગણવાડીના કામો મંથર ગતિથી ચાલતા હોવાથી નાના ભૂલકાઓને વરસાદની સીઝનમાં બેસવા માટે હાલાકી પડી રહી છે. વાંસદાના વડલી ફળિયામાં એક વર્ષ અગાઉ આંગણવાડીનું શરૂ કરેલું કામ હાલમાં છેલ્લા કેટલાક મહિનાથી બંધ હોવાથી બાળકોને હાલાકી પડી રહી છે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકામાં ઘણા વિસ્તારોમાં જર્જરીત બનતા વહીવટી તંત્ર દ્વારા આંગણવાડીઓના કામો તો શરૂ કર્યાં હતા. હાલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આ આંગણવાડીના કામ અધૂરા હોવાથી નાના ભૂલકાઓ હાલાકી ભોગવી રહ્યા છે. વાંસદાના વડલી ફળિયામાં એક વર્ષ અગાઉ આંગણવાડીનું શરૂ કરાયેલું કામ હાલ છેલ્લા કેટલાક મહિનાથી બંધ હાલતમાં છે. વહીવટી તંત્ર દ્વારા કોન્ટ્રાકટરને કામ તો આપી દેતા હોય છે પરંતુ કામ કરાવવાની રીત હોય કે સમય મર્યાદા નક્કી કરવાની હોય છે તે કરતા નથી જેથી કોન્ટ્રાકટરો બેફામ બન્યા છે. સરકારી આંગણવાડીઓના કામ ખરેખર સમય મર્યાદામાં થતાં નથી. જેને લઈને બાળકો હાલાકી ભોગવી રહ્યા છે.

આ વરસાદની સીઝન શરૂ થવાની છે ત્યારે બાળકોને બેસવાની સમસ્યા ઉભી થશે. વહેલી તકે આ આંગણવાડીનું અધૂરું કામ છે તે વહેલી તકે પૂર્ણ કરી બાળકોને પડતી હાલાકી દૂર કરવામાં આવે એવી આ વિસ્તારના વાલીઓની માંગ ઉઠી છે.