વાંસદા: આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસદા ગામનાં પાટાફળીયા ખાતે પી.આઇ કિરણ પાડવી અને શિતલભાઈ ઓ.એન.જી.સી વાળાએ વૃક્ષારોપણ કર્યું હતું. આ વૃક્ષારોપણમાં દેશી-જંગલી રોપાઓનું રોપાણ કરવામાં આવ્યું હતું.
DECISION NEWS ને મળેલી જાણકારી પ્રમાણે જંગલોના વધી રહેલા નાશના લીધે વધતી જતી ગ્લોબલ વોર્મિંગની વધતી જતી સમસ્યાના ને લઈને જનજાગૃતિના મુખ્ય ઉદ્દેશ સાથે વાંસદા તાલુકાના વાંસદા ગામનાં પાટાફળીયા ખાતે પી.આઇ કિરણ પાડવી અને શિતલભાઈ ઓ.એન.જી.સી વાળાએ દેશી-જંગલી રોપાઓનું રોપાણ કરી વૃક્ષારોપણનો પ્રયાસ હાથ ધર્યો હતો.
આ પ્રસંગે પી.આઇ કિરણ પાડવીએ જણાવ્યું હતું કે જ્યારે આપણે આકરો ઉનાળો સહન કર્યો છે ત્યારે એ ગરમી કે પર્યાવરણીય વિરોધી પરિબળોને નાથવાનો એક જ ઉપાય છે એ છે વધુમાં વધુ વૃક્ષારોપણ. લોકોએ આ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો રોપવાનો સંકલ્પ લેવો જોઈએ. આ પ્રસંગે વાંસદા-૨ સીટના તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન પટેલ માજી વાંસદા ગ્રામ પંચાયત સભ્ય સુનિલભાઈ કેતનાબેન સ્મિતભાઈ ગૌરવભાઈ હાજર રહ્યા હતા.