ચીખલી: ગતરોજ રાત્રીના સમયે 9: 30 વાગ્યાની આસપાસ ચીખલી તાલુકાના રૂમલા ગામના રાણી ફળિયામાં એક ઝાડ વીજળીના જીવંત તાર પર પડતાં 7 જેવા વીજ થામાંલાઓ ઢળી પડયા હતા જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાનું સામે આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ રાત્રીના 9: 30 વાગ્યાની આસપાસ ચીખલી તાલુકાના રૂમલા ગામના રાણી ફળિયામાં એક ઝાડ વીજળીના જીવંત તાર પર પડતાં 7 જેવા વીજ થામાંલાઓ ઢળી પડયા હતા. જેના કારણે આસપાસ વસવાટ કરતાં અને ત્યાંથી પસાર થતાં લોકોના જીવ જોખમમાં મુકાયા, જેને લઈને સ્થાનિક જાગૃત નાગરીકો દ્વારા નજીકની GEB બ્રાંચ ખેરગામ ખાતે જાણ કરી, ત્યાંના કર્મચારીઓ ઘટના સ્થળ પર આવ્યા ખરા પણ ‘ આ તો સવારે જ થશે‘ એમ બેદરકારી ભર્યા જવાબ આપી નીકળી ગયા હતા.
ઘટના સ્થળે હાજર લોકોમાં ‘આ તો સવારે જ થશે‘ એમ બેદરકારી અને ઉડાવ ભર્યા વીજ કર્મચારીઓના જવાબ આક્રોશ ઉભો થયો હતો. લોકો કહી રહ્યા છે કોઈપણ પ્રકારની કામગીરી કર્યા વગર આવા જવાબ આપતાં કર્મચારીઓ પર કડક પગલાં લેવાવા જોઈએ. આ કર્મચારીઓની આ નફ્ફટાઈ ચલાવી લેવાઈ એમ નથી.

