કુકરમુંડા: વર્તમાન સમયમાં તાપી પોલીસ એક્શનમાં આવી છે. કુકરમુંડા પોલીસે કુકરમુંડાના હથોડા ગામ નજીક આવેલ તાપી નદી કિનારે દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડી હજારો લીટર દારૂનો નાશ કર્યો હતો અને દારૂબંધી કરવાનો પ્રયાસ હાથ કર્યો છે.

જુઓ વિડીઓ…

Decision News ને મળેલી માહિતી મુજબ પોલીસની રેડ દરમ્યાન મોટા પ્રમાણમાં દેશી દારૂબનાવવાની ભટ્ટીઓ પર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેને નિઝર પોલીસ સ્ટાફના માણશો દ્વારા આશરે 1500 લીટર દેશી દારૂ બનાવવાનો જથ્થો સળગાવીને નષ્ટ કરાયો હતો.

કુકરમુંડા તાલુકાની પોલીસની રેડને લઈને દેશી દારૂના ગેરકાયદેસર વેપલા સાથે સંકળાયેલ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આવનારા દિવસો પોલીસની આ મુહિમ દારૂના બિલાડીના ટોપ જેવા ફાટી નીકળેલાં અડ્ડાઓને નાથવામાં પોલીસ સફળ થશે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે.