નસવાડી: સમગ્ર ગુજરાતમાં ઉનાળું વેકેશન પૂર્ણ થયું છે પણ આદિવાસી ગુજરાતન છોટાઉદેપુર જિલ્લાના અમુક વિસ્તારના આદિવાસી બાળકો માટે હજુ પણ શાળાઓના દરવાજા ખુલ્યા નથી એવા દ્રશ્યો Decision News ના કેમેરામાં કેદ થયા છે શાળાઓ ખુલી ગયા બાદ પણ. બાળકો નહિ શિક્ષકો રજાના મૂડમા હોય એમ લાગે છે.

જુઓ વીડિઓ…

નસવાડી તાલુકાની હરિપુરા વદેશીયા શાળા સવારના આઠ વાગ્યાં સુધી ખુલી નથી આદિવાસી બાળકો ને ભણવું છે પરંતુ શિક્ષકો ની બેદરકારી ને લઈ ગ્રામ્ય વિસ્તાર નુ શિક્ષણ સાવ કથડી રહ્યું છે. 12 જેટલાં આદિવાસી બાળકો શાળા ન ખુલતા બહાર રાહ જોઈ બેસી રહ્યા છે. સૌથી ઓછા શિક્ષકો નસવાડી તાલુકા મા હોવા છતાંય શિક્ષકો શાળા એ સમયસર જતા નથી.