ડાંગ: આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અજાણી મહિલાની લાશ મળી આવી છે. જેની ઉંમર આશરે 70 વર્ષ છે. બાંધો મધ્યમ, ઊંચાઈ 5 ફુટ, અજાણી સ્ત્રીની લાશ ડિકમ્પોઝ નગ્ન હાલતમાં મળી છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ લાશની બાજુમાંથી ભુરા ભુખરા રંગનું ફુલની ડીઝાઇન વાળુ લુગડુ તથા સિલ્વર ભુરા રંગની બ્લાઉઝ તથા બીજી એક પોપટી રંગનું બ્લાઉઝ મળી આવ્યું છે. આ વર્ણનવાળી અજાણી સ્ત્રી જો આપના શહેર તથા જિલ્લા વિસ્તારમાં ગુમ થયેલી હોય તો રેકર્ડ ઉપર ખાતરી કરી નીચે મુજબના ટેલિફોન ઉપર સંપર્ક કરવા ડાંગના પોલિસ અધિક્ષક યશપાલ જગાણીયાએ જણાવ્યું છે.

આહવાના પોલીસ કંટ્રોલ રૂમ 02631-220322/220658 તથા આહવા પોલિસ સ્ટેશનનો 02631-220333ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.