રાજપીપલા: રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૪-૨૫ માટે સ્માર્ટફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે અરજીઓ મેળવવાની થાય છે. રાજ્ય સરકારશ્રી દ્વારા સને ૨૦૨૪-૨૫ માટે આઇ-ખેડુત પોર્ટલ તારીખ ૧૮/૦૬/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૩૦ કલાકેથી દિન-૭ માટે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.
આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા નર્મદા જિલ્લાના ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા અંગે
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી-નર્મદા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.