કુકરમુંડા: આદિવાસી યુવા સંગઠન દ્વારા કુકરમુંડા તાલુકાના મામલતદારને CHC માં લોકોના આરોગ્ય માટે માળખાકીય સુવિધાના અભાવને લઈને લેખિતમાં રજુવાત કરવામાં આવી છે. કેમ કે હાલમાં અહીંના સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.
જુઓ વિડીઓ…
Desicion News ને મળતી માહિતી પ્રમાણે, કુકરમુંડા તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે જેથી અહીંના મોટાભાગના નાગરિકો ગરીબી રેખાની અંદર સમાવેશ થાઈ છે, અહીંના CHC સેંટરમાં અપૂરતી સગવડના લીધે નાગરિકો કુકરમુંડાથી સારવાર અર્થે 100 km દૂર વ્યારા જોવું પડે છે. જેને લઈને અહીંના આદિવાસી યુવા સંગઠન દ્વારા પહેલ ઉપાડી જેમાં CHC સેન્ટરમાં ખૂટતા સાધનોની માંગ સાથે મામલદારને લેખિતમાં રજુવાત કરવામાં આવી છે.
CHC સેન્ટર પર ધારાસભ્ય દ્વારા 2 ડાયાલીસીસ મશીન ફાળવવામા આવ્યા હતા એમાંથી 1 કાર્યરત છે. જે ડાયાલીસીસ માટે ખાનગી હોસ્પિટલ જવું પડે છે જેમની પાસે રૂપિયાના અભાવથી ખાનગી હોસ્પિટલમા સારવાર કરી શકતા નથી,
આધુનિક લેબોરેટરીના અભાવથી અભાવથી રિપોર્ટ કઢાવવા ખાનગી લેબોરેટરીનો ઉપયોગ લેવો પડે છે, નિઝર કુકરમુંડામા અગાવ ખીલ-ખિલાટ વાન ચાલુ કરવામાં આવી હતી પરંતુ કઈ કારણસર એ બંધ થઇ ગઈ છે, જેના કારણે અહીંના નાગરિકો એટલા સક્ષમ નથી કે પ્રાઇવેટ વાહન કરી શકતા નથી અને રીક્ષા જેવા વાહનોમાં સગર્ભા મહિલા સવારી કરીને CHC સેંટર પર આવા મજબૂર બને છે. આ બાબતે જો સરકાર ધ્યાન આપવામાં ન આવે તો આદિવાસી યુવા સંગઠન દ્વારા કુકરમુંડા CHC સેંટર પાસે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.