દક્ષિણ ગુજરાત: આ વખતે અંબાલાલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આ સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે ચોમાસું 15 જૂને આવે છે, પરંતુ આ વર્ષે 11 જૂને ચોમાસું આવ્યું છે. ચોમાસું ચાર દિવસ વહેલું આવી ગયું છે. જોકે, આ કંઈ નવું નથી. ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે ચોમાસું ધાર્યા કરતાં વહેલું આવે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 15 સપ્ટેમ્બર બાદ વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ આમ તો વરસાદી વાવાઝોડાની આગાહી કરે છે.

આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે. સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદ પડશે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસું 12 થી 13 દિવસ વહેલું છે. આ સાથે હવામાન વિભાગે રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.