વાંસદા: નેપાળ કાઠમાંડું ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ, 2024 તારીખ 1,2 જુન 2024 દરમ્યાન બે દિવસીય કરાટે ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં નવસારી જીલ્લા માંથી વાંસદા તાલુકાના ભીનાર ગામના વતની નિષ્ઠા ધર્મેશ પટેલ અને મૈત્રી ધર્મેશ પટેલની ટુર્નામેન્ટ માં પસંદગી થઈ હતી. જેમાં નિષ્ઠા પટેલે અંડર-17 કાતામાં ગોલ્ડ અને ફાઈટ માં બ્રાઉન મેડલ મેળવ્યો હતો તથા મૈત્રી પટેલે કાતામાં સિલ્વર અને ફાઈટમાં બ્રાઉન મેડલ મેળવી ભીનાર ગામનું અને નવસારી જીલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

તેમના કોચ પ્રથમ પટેલ અને સિયાન દીપક એસ. પટેલ દ્વારા ટ્રેનીગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બને દીકરીઓને ગામના સરપંચ શ્રી તથા પ્રાથમિક શાળા ચઢાવ અને AB SCHOOL નવસારી ના આચાર્ય અને સ્ટાફ ગણે અભિનંદન પાઠવ્યા હતા.