ગુજરાત: આજે ગુજરાતમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન આજે પૂર્ણ થતા 54 હજારથી વધુ શાળાઓમાં 2024-25ના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે વેકેશનમાં સૂમસામ શાળાઓના કેમ્પસ 1.15 કરોડથી વધુ વિધાર્થીઓના કિલ્લોલથી ફરી ગૂંજીશે.

43 હજારથી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ 11, 400થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી હાઈસ્કૂલ મળી 54 હજારથી વધુ સ્કૂલોમાં તા.9મી મે થી તા. 12 જૂન સુધીનું 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવ્યુ હતુ, જે આજે પૂર્ણ થયુ છે. Decision News એ મેળવેલ માહિતી મુજબ ગુજરાતમાં 27, 28 અને 29મી જૂન એમ ત્રણ દિવસ દરમિયાન પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાનાર છે.

રાજ્યમાં વધુ 30 જેટલી નવી નિવાસી શાળાઓનો પ્રારંભ થશે, કુલ સંખ્યા 50 નિવાસી શાળામાં 20 હજાર વિદ્યાર્થીને પ્રવેશ અપાશે નમો લક્ષ્મી, નમો સરસ્વતી અન્વયે આ વખતે પ્રથમવાર 12થી 14 લાખ વિધાર્થીઓને રૂ.1,650 કરોડ સ્કોલરશીપ મળશે.