કવાંટ: ગતરોજ પોતાના કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે પોતાના મિત્રો સાથે કવાંટ તાલુકામાંથી પસાર થતી હાફેશ્વર નર્મદા નદીમાં નહાવા પડેલા એક યુવાનને ઉંડા પાણીમાં મગર ખેચી જતાં તેની લાશ મળી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision news ને મળેલી માહિતી મુજબ ગતરોજ સાંજે 4 વાગ્યાના અરસામાં મિત્રો સાથે કવાંટ તાલુકાની નર્મદાની હાફેશ્વર નર્મદા નદીમાં ન્હાવા પડેલ વિનેશભાઈ વાહરિયાભાઈ ભીલ નામના યુવકને મગરે ખેચી લેતા તેનું મોત થયા બાદ લાશ મળી આવી છે. યુવકની લાશ આજે વહેલી સવારે વન વિભાગ તેમજ સ્થાનિક પોલીસે નદીમાંથી શોધી કાઢયો હતો.

કવાંટ તાલુકાની પોલીસ સ્ટેશનની ટીમે વિનેશભાઈ ભીલ નામના યુવાનની લાશને નજીકના હોસ્પિટલ ઘરમાં PM કરાવી તેની બોડી પરિવારને સોપી દેવામાં આવી છે. આવી ઘટના નર્મદા નદીમાં પહેલાં પણ ઘણીવાર બની ચુકી છે પણ પ્રશાસન કોઈ પગલાં લીધા હોવાની જાણકારી મળી નથી.