નર્મદા: સાગબારા ખાતે આવેલા પિકઅપ બસ સ્ટેન્ડમાં સ્વચ્છતાના અભાવે ગંદકીનું સામ્રાજય ફેલાયેલું જોવા મળી રહ્યું છે. સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી બાદ પરિસ્થિતિ જૈસે થે –

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ તાજેતરમાં જ એસ.ટી નિગમ દ્વારા રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. જેમાં તમામ ડેપો તેમજ બસસ્ટેન્ડમાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરાઈ હતી. પરંતુ ત્યારબાદ નિયમિત સફાઈ કરાતી ના હોઈ સાગબારા તાલુકા મથકે આવેલા એસ.ટી પિકઅપ સ્ટેન્ડ જાણે કચરાપેટી બની ગયું છે. સ્ટેન્ડમાં મુસાફરોને બેસવા માટેની બેઠક પર પણ માટીના થર જામી ગયેલા જોવા મળે છે. મુસાફરો દ્વારા પણ પોતાની જવાબદારી સમજવાને બદલે નાસ્તાના પાઉચ કચરાપેટીમાં | નાખવાના બદલે જાહેરમાં જ્યાં ત્યાં ફેંકી ગંદકી કરાતી હોય છે.

જેની સાફસફાઈ નહીં કરાતા સ્ટેન્ડમાં ગંદકીનો અને કચરાનો ઢગલો થઈ ગયો છે. જેના કારણે સ્ટેન્ડમાં કોઈ મુસાફર બેસી શકતાં નથી. જ્યાં ત્યાં કચરો પડેલો રહેતો હોવાથી | રાત્રિ સમયે ઝેરી જાનવર પણ ભરાઈ । જવાનો ડર લોકોને સતાવે છે.