વાંસદા: આજરોજ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ટેલેન્ટ પુલ સ્કુલ વાઉચર યોજના (પ્રતિભા કોષ) ચાલુ કરવા બાબતે ગુજરાતના માનનીય મુખ્ય મંત્રીશ્રી, ભુપેન્દ્ર પટેલને પત્ર લખી લેખિત રજુવાત કરી છે.

પત્રમાં લખ્યું છે કે 2008-2009 માં ગુજરાત સરકાર દ્વારા ટેલેન્ટ પુલ યોજના ચાલુ કરવામાં આવી હતી, જેનો હેતુ રાજ્યના શ્રેષ્ઠ આદિવાસી યુવાનો ને શોધી તેમને ઉત્તમ શિક્ષણ પૂરું પાડવાનો હતો.આ યોજના હેઠળ ધોરણ 5માંથી 60% એ તેથી વધુ માર્ક્સ મેળવનાર અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓ ગુજરાત રાજ્ય આદિજાતિ શિક્ષણ સોસાયટી દ્વારા યોજાતી ઈએમઆઈએસ પ્રવેશ પરીક્ષામાં ઉતીર્ણ થયા પછી મેરીટ આધારે પસંદ કરવામાં આવતા હતા, પસંદ થયેલા વિધાર્થીઓને ટેલેન્ટ પુલ યોજના હેઠળ 60,000 રૂપિયાનું રોકડ વાઉચર આપવામાં આવતું આ વાઉચરનો ઉપયોગ કરી માન્ય આવાસીય શાળામાં શિક્ષણ ફી ચુકવવામાં થઇ શકતો હતો, જો શાળાંની ફી ઓછી હોઈ તો બાકીની રકમ વિધાર્થીને છાત્રવૃત્તિ તરીકે ચુકવવાંમાં આવતી હતી.ટેલેન્ટ પુલ યોજના હેઠળના વિધાર્થીઓને શિક્ષણ સામગ્રી, ટ્યૂશન અને અન્ય શૈક્ષિણક સહાય પણ મળતી હતી.

આ ટેલેન્ટ પુલ યોજના વર્તમાન સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે,જેના કારણે આ યોજના હેઠળ પસંદ થયેલા વિધાર્થીઓ ને જવાહર નવોદય વિધાલય, ગુજરાત રાજ્ય આદિજાતિ શિક્ષણ સોસાયટી દ્વારા સંચાલિત એકલવ્ય રેસિડેન્શ્યલ મોડલ સ્કૂલ અને ગર્લ્સ લીસી રેસીડેન્સીયલ સ્કૂલ જેવી ઉંચ્ચ ગુણવત્તા વાળી શાળાઓ માં પ્રવેશ મેળવવાની તક મળતી હતી એ આ યોજના બંધ થવાના ને કારણે તક મળતી બંધ થઇ જવા પામી છે. મારી વિનંતી અને માંગ છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે યોજના ફરીથી ચાલુ કરવામાં આવે, અન્યથા અમારે આ મુદ્દાને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરવું પડશે જે કોઈને માટે શોભતું નહિ હોય.