નવસારી: થોડા સમયમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધારો થયો છે. વાહન ચાલકો ગફલત ભરી અને બેદરકારીપૂર્વક રીતે વાહન હંકારી અન્ય નાના વાહનને લઈ અકસ્માત કરી નાસી જતાં હોય છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આવો જ એક બનાવ ચીખલી વિસ્તારમાં બનવા પામ્યો હતો જ્યાં કોલેજ સર્કલ નજીક ટ્રક ચાલકે સાયકલ ચાલકને અડફેટે લઈ ઈજા પહોંચાડયા બાદ મોત નીપજ્યું હતુ અને ડ્રાઈવર નાસી ગયો હતો પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે.
ટ્રક ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો ટ્રક ચાલકને પકડવા માટે પોલીસ તપાસમાં લાગી છે. પોલીસે સાયકલ ચાલકની ઓળખ કરવાની પણ તજવીજ હાથ ધરી છે.