દક્ષિણ ગુજરાત: દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓ ડાંગથી આશરે 1200 મુકાદમો પોતાના ટુકડીના મજૂરોને લઈને સુગર ફેકટરીઓ કામ કરવા માટે જાય છે. અને એ મજૂરો માટેનું લઘુતમ વેતન ગુજરાત સરકાર દ્વારા 476 ₹ એક ટન દીઠ કટિંગ અને લોર્ડિંગના જાહેર કરવામાં આવેલ છે. પરંતુ સુગર ફેકટરીઓ અને એમના સંઘ દ્વારા ગુજરાત સરકારે નક્કી કરેલ લઘુતમ વેતનની વિરૂદ્ધ જઈ પોતાની મરજી મુજબ મજૂરોને 375 ₹, એમાંથી જ મુકદમો નું કમિશન 80 ₹, અને ભાડા અને મેડિકલ ખર્ચ 21 ₹ પ્રમાણે વિભાજિત કરી મજૂરોને ચૂકવેલ છે જે ગેરકાનૂની છે .

એ સંદર્ભે મજૂર અધિકાર મંચ દ્વારા તમામ સુગર ફેકટરીના મુકદમો સાથે ચાર થી પાંચ વખત મીટીંગ બોલાવી હતી અને મજૂરીના મુદ્દા ઉપર લાંબી ચર્ચા થયા બાદ. તારીખ: 29/05/2024 ના દિવસે સબરીધામ રિસોર્ટ ખાતે દરેક મુકાદમો ની સર્વ સંમતિથી મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં આશરે 250 થી વધુ મુકાદમો હાજર રહ્યા હતા. મિટિંગની અંદર નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા હતાં

1. મજૂરોના બિલ વવચાર અને મુકદમોનું કમિશન બિલ વાવચાર અલગ અલગ બનાવમાં આવે .
2. સરકરશ્રી દ્વારા શેરડી કામદારોનું જાહેર થયેલ લઘુતમ વેતન 476 ₹ પુરેપુરું મળે તેની અમલવારી કરવામાં આવે અને મુકાદમો ને 80 ₹ અલગથી ચૂકવવામાં આવે.
3. કામના સ્થળે જતા મજૂરોનું અન્ય કારણોસર મૃત્યુના કિસ્સામાં મરનારના વારસદારોને આર્થિક વળતર સુગર ફેકટરીઓ દ્વારા આપવામાં આવે. અને જો કોઈ મુકાદમ આ ત્રણ માંગોનું નિરાકરણ ન આવે એના પહેલા હપ્તો (એડવાન્સ) લેશે તેની સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી થશે. જે બધા મુકાદમોની સર્વ સંમતિથી નક્કી થયેલ હતું.

પરંતું હાલમાં સુગર ફેકટરીઓ દ્વારા તારીખ :10/06/2024 ના રોજ હપ્તા (એડવાન્સ) આપવાની તારીખ નક્કી કરેલ છે. ત્યારે શેરડી કાપણીના મજૂરોને સુગરમાં લઈ જતા જે મુકાદમ સુગર ફેકટરી પાસેથી હપ્તા (એડવાન્સ) લેશે, અને જો સુગર ફેકટરીઓ દ્વારા મજૂરોને લઘુતમ વેતન એક ટન દીઠ 476 ₹ નહિ ચૂકવવામાં આવે તો મજૂર સંગઠન દ્વારા મુકાદમ અને સુગર ફેકટરીઓ ઉપર કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી મુકાદમ અને સુગરની ફેકટરીની રહેશે.