નર્મદા: રાજપીપલા ખાતે જૂની સિવિલ હોસ્પિટલ રોડ પર બ્રીજની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જે એજન્સી બ્રીજનું કામ કરી રહી છે તે એજન્સી વીજ ચોરી કરી રહી હોવાનું DECISION NEWS ગુજરાતીનાં કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે નર્મદા જિલ્લાના DECISION NEWS ગુજરાતીનાં રિપોર્ટર દિનેશ વસાવા દ્વારા એજન્સીના માલિકને આ બાબતે પ્રશ્નો કરતા તેઓએ જણાવ્યું હતું કે અમારે DGVCL જોડે અમારું બોવ મોટું સેટિંગ છે.
DECISION NEWS ને પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર અમે ચોરી કરતા રહીશું તમારે જે કરવું હોય તે કરી લો તેવું ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. ત્યારે DECISION NEWS ગુજરાતી દ્વારા આ સમગ્ર બાબતે નગર પાલિકા રાજપીપલા ખાતે ચીફ ઓફિસરની મુલાકાત લીધી હતી.પરંતુ તેઓએ પણ કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારે આ બાબતે નગર પાલિકા પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે શું? કોન્ટ્રાકટર અને નગર પાલિકા ચીફ ઓફિસરની મીલીભગત છે.આ બંને સાંઠ ગાંઠ દ્વારા જ વીજ ચોરી કરવામાં આવતી હશે?
આખરે DECISION NEWS ગુજરાતી દ્વારા અહેવાલ બાદ DGVCL દ્વારા બ્રીજની કામગીરી કરતી એજન્સી પર વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

