ચીખલી: તા.૧૫-૧૬-૧૭/૦૬/૨૦૨૪ દરમિયાન યોજવામાં આવેલ “ટ્રાઈબલ ટ્રેડ ફેર” માટે મામલતદારશ્રી,ચીખલીની મંજુરી માંગવામાં આવતાં તાજેતરમાં રાજકોટ ખાતે થયેલ આગ દુર્ઘટનાને લીધે મામલતદારશ્રી દ્વારા ટ્રાઈબલ ટ્રેડ ફેર માટે સરકારી ગાઈડ લાઈન પ્રમાણે વહીવટી મંજુરી આપવામાં આવેલ નથી.

Decision News ને મળેલી માહિતી મુજબ એના અનુસંધાનમાં આયોજક સમિતિની સંયુક્ત બેઠક તા: 7-6 -2024 ના રોજ સાંજે છ વાગ્યે સુરખાઈ સમાજભવન ખાતે મળી હતી. જેમાં સર્વાનુમતે નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા. (1) તા.૧૫-૧૬-૧૭/૦૬/૨૦૨૪ દરમિયાન યોજવામાં આવેલ “ટ્રાઈબલ ટ્રેડ ફેર” મુલતવી રાખવામાં આવેલ છે. હવે પછી ટ્રાઈબલ ટ્રેડ ફેરની તારીખ નક્કી થયેથી જાણ કરવામાં આવશે. આપ સૌને પડેલી તકલીફ બદલ દિલગીરી વ્યક્ત કરીએ છીએ. (2) બેરોજગારોનું રજીસ્ટ્રેશન ચાલુ રાખવામાં આવેલ છે. આગામી સમયમાં બેરોજગારો માટે માર્ગદર્શન શિબિર યોજવામાં આવશે.જેની તારીખ નક્કી થયેથી જાણ કરવામાં આવશે.

આ ઉપરાંત મેગા જોબ ફેર 50 જેટલી કંપનીઓમાં 2,000 થી વધારે ખાલી જગ્યાઓ છે.જેના માટે નોકરી મેળાનું આયોજન કરવામાં આવશે. વિવિધ વિષયો ઉપર બુદ્ધિજીવીઓ દ્વારા સેમિનારનું આયોજન ભવિષ્યમાં કરવામાં આવશે.