સેલવાસ: નગરપાલિકા વિસ્તારમાં આવેલા દયાત ફળીયા વિસ્તારમાં આદિવાસી પરિવારનું ઘર પ્રશાસન દ્વારા ખાલી કરાવતા ભર ઉનાળે પરિવાર બેઘર બન્યું હતું.દાનહ પ્રશાસન દ્વારા આ ઘર ખાલી કરાવતા પરિવાર ઉપર સંકટમાં આવી ગયું હતું.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ પ્રશાસન દ્વારા ટ્રાન્સપોર્ટ નગર બનાવવા માટેની જગ્યા ખાલી કરાવવામાં આવી રહી છે.જેમાં પીડિત પરિવારની પણ જમીન અને ઘર હતું.પીડિત પરિવારને પ્રશાસન તરફથી મળતી વળતરની રકમ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર પણ ફાળવી આપવા માટે તૈયાર છે પરંતુ પીડિત પરિવારે વળતરની રકમ અને ઘર લેવાની ના પાડતા પ્રશાસન તરફથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

હજી લોકસભાની ચૂંટણીના પરિણામને એક જ દિવસ થયા ત્યારે પ્રશાસન દ્વારા આ કાર્યવાહી કરાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.ચૂંટણી વખતે મત માંગતી વખતે મોટા મોટા વાયદા કરનાર નેતાઓ પ્રજા સામે આવી કાર્યવાહી દરમિયાન શા માટે ચૂપ રહે છે એવી લોકવર્તુળમાં વાતો ચાલી રહી છે.