દક્ષિણ ગુજરાત: અંબાલાલે આગાહી કરી છે કે હવે દક્ષિણ ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે.. હવે આવનારા અઠવાડિયામાં ગાજવીજ સાથે વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તૂટી પાડનાર છે.

Decision news ને મળવેલી માહિતી મુજબ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, હવે દેશમાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. વરસાદી માહોલ તૈયાર થઈ રહ્યો છે. જેટલી આકરી ગરમી પડશે એટલો વરસાદ વધુ સારો થશે. ગુજરાતમાં આ વખતે ગરમીના પ્રમાણમાં સારો એવો વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

આગામી સાત દિવસ ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે.