દાદરા નગર હવેલી: આજરોજ દાનહના દૂધની ખાતે પ્રાકૃતિક સંવાદ-5.0 નું આયોજન થયું હતું.આ સંવાદમાં આદિવાસી સમાજના આર્થિક, સામાજિક ઉત્થાન માટે સંવાદ કરવામાં આવ્યો હતો. આદિવાસી સમાજને આર્થિક રીતે કેવી રીતે આગળ લાવી શકાય એના ઉપર હાજર લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આ સાથે પર્યાવરણને લાગતા પ્રશ્નો, ઠંડા પીના, કોલ્ડડ્રિન્ક વગેરેની સ્વાસ્થ્ય ઉપર થતી હાનિકારક અસરો ઉપર માહિતી આપી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આદિવાસી સમાજના લોકો પોતાના હક અધિકારની સાથે સાથે આદિવાસી કઈ રીતે મુલબીજ, મૂળ વાસી, મૂળ નેટિવ જે ટેક્સ રહિત, ગુના રહિત, બોજા રહિત નેચરલ કમ્યૂનિટી છે અને જેનો ભૂ રાજસ્વ સંહિતા માં લેખિત ઉલ્લેખ વિશે તથા સંવિધાનીક હક અને અધિકાર માટેની જાણકારી સાથે સમસ્યાઓના નિકાલ અંગે ચર્ચા કરી તેના નિરાકરણ ઉપર સંવાદ કરવામાં આવ્યો હતો.
આથી વિશેષ જુડિશિયલ અને નોન જુડિશિયલ આદિવાસી એકજ સમુદાય છે અને પૂરા દેશ માં આદિવાસી ભલે કોઇ પણ ખૂણા માં વસતો હોય પણ દરેક આદીવાસી માં કૉમન જમીન છે જેથી માટી નું મૂલ્ય અને મલિકત્વ જાળવી રાખવું આજની પીઢી માટે અત્યંત આવશ્યક છે જેના વિશે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સંવાદમાં દાનહથી બ્રિજેશ ભુસારા, શિક્ષક મુકેશભાઈ પટેલ, રિતેશ પટેલ,સુનિલ ખાંજોડિયા,શંકર ધાગડા, પંકજ કાકડ, રિશી ચૂબાલીયા, જિજ્ઞેશ હળપતિ, પ્રભુ કાકડ અને બીજા દાનહના આદિવાસી સમાજના અગ્રણીઓ તથા દક્ષિણ ગુજરાતના કેયુર કોંકણી, આકાશ ગામીત, કૃતિક ચૌધરી, પૂજા પટેલ તથા અન્ય ચેન્જમેકર તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશથી સામાજિક કાર્યકર્તા હાજર રહ્યા હતા.