આહવા: છેલ્લાં બે માસથી પણ વધારે સમયથી આહવા ગાયખાસ અને ચવડેલ ગામ વચ્ચે પુલનું બાંધકામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે ત્યારે હવે ચોમાસું પડવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જો વરસાદ પડી જશે તો આ બાંધકામ બંધ કરી દેવામાં આવશે અને બંને ગામ વચ્ચેનો વાહનવ્યવહાર બંધ થઇ જવાની નોબત આવી જશે.
DECISION NEWS એ ઘટના સ્થળ પર લીધેલ મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે આહી જે પુલનું બાંધકામ કરી રહ્યો છે તે હાલમાં બાંધકામ ગોકળગાય ગતિએ કરતો જણાય છે કેમ કે છેલ્લાં બે માસથી વધુ સમયથી તે કામગીરી કરી રહ્યો છે પણ હજુ સુધી પતિ નથી. ચોમાસા પડી જવાના ગણતરીના જ દિવસો બાકી છે. જો આ પુલ ન બને તો લોકોને મોટી સમસ્યા ઉભી થશે. ચોમાસાં દરમિયાન આ ગામના છોકરાઓના અભ્યાસમાં પણ બાધા ઉભી થઇ જશે, કોઇ માણસ બીમાર થશે તો એ પણ હોસ્પિટલ કેવી રીતે જશે ? જો કોઇ મોટી જાનહાની થશે તો એનો જિમ્મેદાર કોણ રેહશે જિલ્લાના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર ..?
પુલનું બાંધકામ ચાલુ બંધ ચાલુ બંધ થયા રાખ્યે છે. કોન્ટારક્ટર મન ફાવે તો કામ ચાલુ કરે નહિ તો બંધ ? લોકો રજુવાત કરીને પણ કંટાળ્યા છે. અધિકારીઓ પણ આ પુલના બાંધકામને જોવા આવતાં નથી. એમને પણ પોતાનો હિસ્સો મળી ગયો લાગે છે. ગોકળગાય ગતિએ કોન્ટારકટર દ્વારા થતો આ પુલિયાનો વિકાસ.. ક્યારે લોકહિત સુધી પોહ્ચશે એ રામ જાણે..!