ઉચ્છલ: તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામનાં સીમામાં આવેલી બાબરઘાટ મોડેલ સ્કૂલની બાજુમાં જ્યાં ક્રિકેટ તેમજ આજુ બાજુનાં ગામોના યુવાનો શરીર અને મનની કસરત કરવા મેદાનનો ઉપયોગ કરતાં હોય છે.

Decision news ને મળતી માહિતી મુજબ, જયારે આ વિસ્તારમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સજીવખેતી વિશે જાગૃકતા ફેલાવા માટે ઉચ્છલ તાલુકાના હરિપુર ગામમાં આવ્યા હતા, એ સમયે એમનું હેલિકોપ્ટર બાબરઘાટ મોડેલ સ્કૂલની બાજુનાં મેદાનમાં ઉતારવામાં આવ્યું. રાજ્યપાલશ્રીના આવાથી જવા સુધીનું સંપૂર્ણ કાર્યક્રમની જ઼િમ્મેદારી તાપી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપર હતું એ સમયે હેલિકોપ્ટર ઉતારવા માટે હેલિપેડની જરૂર હતી, ઘણી જગ્યાઓ જોવા પશી બાબરઘાટ મોડેલ સ્કૂલની બાજુનું મેદાન પસંદ કરવામાં આવ્યું, આ જગ્યાએ હેલિપેડ માત્ર 1 દિવસમાં બની ગયું (ડબલ ઇન્જીનની સરકાર કેહવાય ને ?) અને રાજ્યપાલશ્રીનું સ્વાગત થી લઇને જોવા ત્યાં સુધી કાર્યક્રમ સફળ રહ્યો હતો,

આ સંપર્ણ ઘટનાનું વર્ણન કેમ કર્યું કે, જે અધિકારીઓ રાજ્યપાલ માટે જે વ્યવસ્થા ઉભી કરવામાં અહીંના નાગરિકો સહકાર આપે છે તો, તમારો ફરજ નથી બનતો કે, મેદાનને મૂળ અવસ્થામાં કરવું ? આ મેદાન પર હેલિપેડ ન હતો, એ પેહલા આ મેદાન પર ક્રિકેટના ટુર્નામેન્ટોનું આયોજન થતું એમાંથી અહીંના નવયુવાનો આત્મનિર્ભર બનવાની દિશામાં હતા. પરંતુ એ દિશા અંધકાર તરફ જઈ રહી છે.

ઉચ્છલ તાલુકાના ખાબદા ગ્રામપંચાયતની અંતર્ગત બાબરઘાટ ગામની સીમામાં આ મેદાન આવે છે, સાત ગામનાં નાગરિકોઆ મેદાનનો ઉપયોગ કરે છે, જેમાં મોગલબારા, સસા, લીંબાસોટી, પેથાપુર, નુરાબાદ, મૌવલીપાડા, બાબરઘાટ ગામોના નવયુવાનો અહીંના મેદાનનો ઉપયોગ કરે છે, આજનો યુવાન સ્પર્ધાત્મકની રમતમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા તૈયાર છે, આ મેદાનમાં તૈયારી કરતાં નવયુવાનો હાલમાં ફોરેસ્ટ વિભાગની પરીક્ષા માટે શારીરિક કસોટી પાસ કરવા માટે સવાર-સાંજ મહેનત કરે છે, જેમની મદદની જરૂર હોય છે એવા નેતા, અધિકારીઓ ગરમી વધુંએ બહાને ફિલ્ડવર્ક કરતાં નથી એવું જોવા મળ્યું છે.a