રાજકોટ: રાજકોટમાં અગ્નિકાંડમાં ગેમઝોન ઘટના બની ત્યારથી ગેમઝોનના મુખ્ય ભાગીદાર પ્રકાશ હિરન ગુમ હતા તેમની શોધખોળ ચાલી રહી હતી ત્યારે અગ્નિકાંડમાં બળેલી લાશના DNA મેચ થતા તેમનું મોત થયાનો ખુલાસો થયો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ પ્રકાશ જૈન બનાવના દિવસથી ગાયબ હતો. બે દિવસ તેની કોઈપણ ભાળ ન મળતા પરિવારજનોએ ગુમ થયાની પોલીસ ફરિયાદ લખાવી હતી. પ્રકાશ હિરનનો ફોન પણ તે સમયથી જ બંધ હતો. રાજકોટમાં જ્યા અગ્નિકાંડ સર્જાયો એ ગેમઝોનમાં પ્રકાશ હિરનની 60% ભાગીદારી હતી. અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ જૈનના માતાના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યાં હતા, જ્યાં કાટમાળમાંથી મળેલા મૃતદેહ સાથે પ્રકાશ જૈનના પરિવારજનના ડીએનએ મેચ થતા અગ્નિકાંડમાં પ્રકાશ જૈનનું પણ મોત થયાની પુષ્ટિ થઈ છે.

ત્યારે અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેડોના ડીએનએન મેચ થયા હોવાની વિગતો સામે આવી છે. હાલમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત થયા બાદ ડાલ મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.