દાનહ: દાદરા નગર હવેલીના સામરવણી ગામના વિસ્તારમાં આંબાપાડા ખાતે દીપડા જેવું કોઈ જાનવર દેખાતા અને રાત્રિના સમયે એક વાછરડા પર હમલો થયો હતો જેના પગલે ગામના લોકોમાં હાલમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
Decision news ને મળેલી માહિતી મુજબ સેલવાસના સામરવણીના આંબાપાડા ફળીયા ખાતે રાત્રિના સમયે એક વાછરડા પર હમલો થયો હતો જેના પગલે એમના ઘરના ઢોરો અવાજ કરતા ઘરના જાગી ગયા હતા અને બહાર જઈને જોતા એક વાછરડાં પર કોઈ જાનવર દ્વારા હુમલો થયો હોય એવું જણાવ્યું હતું. વાછરડાના ગળાના ભાગે લોહી અને ખરોચના નિશાન જોતા તેઓ ડરી ગયા હતા. બીજા દિવસે સવારના પશુપાલકના ડોક્ટરને બોલાવીને વાછરડાંને દવા કરી હતી ત્યારે ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા નિશાન તો માત્ર દીપડાના જ હોઈ શકે એ વાત સાંભળી ફળિયાના લોકો ચિંતામાં મુકાયા હતા. ઘરના લોકોએ વન વિભાગનામાં જાણ કરતા વન વિભાગના અધિકારી કિરણ પરમાર તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની હકીકત જાણી હતી.
વન વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરતા તેઓએ દીપડાના નિશાન હોવાના જણાવ્યું હતું. વન વિભાગના અધિકારીઓ દ્વારા જણાવ્યુ કે રાત્રિના સમયે અમારી ટીમ તપાસ કરશે અને જૉ દિપડો ફરી વાર દેખાશે તો તેને પકડવા માટે પ્રયાસ કરાશે.