નર્મદા: ડેડીયાપાડા તાલુકાના વડપાડા(મોસ્કુટ) ગામે સામાજિક કાર્યકર અને શિક્ષણવીદ પ્રફુલ્લકુમાર અશોકભાઈ વસાવા, લોયર- દીપતેશભાઈ આઈ. વસાવા તેમજ રિટાયર્ડ શિક્ષક હોનજીભાઈ ડી. વસાવા દ્વારા ગ્રામ્ય કક્ષાનું “કારકિર્દી” માર્ગદર્શન સેમિનારનું આયોજન થયું
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે જેમાં વિવિધ ક્ષેત્રમાં અભ્યાસર્થે આગળ વધી રહેલા વડપાડા(મોસ્કુટ) ગામના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એડમિશન,અભ્યાસ,અને અલગ અલગ પ્રક્રિયાઓ બાબતે પડતી મુશ્કેલીઓ,તેમજ વિદ્યાર્થીઓના અલગ અલગ ધ્યેય સુધી પોહચવા માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.જેમાં ઉજ્જવળ કારકિર્દી માટે જરૂરી અભ્યાસલક્ષી પ્રક્રિયાઓ બાબતે પ્રફુલ્લભાઈએ માહિતી આપી.
આ સાથે વિદ્યાર્થીઓ સાથે કેરિયરલક્ષી વાર્તાલાપ કર્યો અને એમના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રફુલ્લભાઈ,હોનજીભાઈ વસાવા સાહેબ અને દીપતેશભાઈ વસાવા એ સહયોગ આપ્યો હતો,અને સફળ સેમિનાર બાદ અંતે અલ્પાહાર કરી છુટા પડ્યા હતા

