દાનહ: રાજકોટ TRP ગેમ ઝોનની આગની ઘટના પછી પ્રદેશમાં આગની ઘટનામાં આવી કોઈ જાનહાનિ ન થાય એ માટે દાનહ પ્રશાસન જાગૃત થાયું છે.આગની ઘટનાઓ જીવન અને સંપત્તિ માટે ગંભીર ખતરો છે અને તેથી નેશનલ બિલ્ડીંગ કોડ અનુસાર આગ સલામતીના પગલાં આગની ઘટનાઓ અટકાવવા અને સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવા માટે કડક અમલ કરવાની જરૂર છે.
Decision News ને મળેલી માહિતી મુજબ દાનહ પ્રદેશમાં આવેલા રેસ્ટોરન્ટ્સ, હોટેલ, ગેસ્ટ હાઉસ, ગેમિંગ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, હોસ્પિટલ, દાદરા અને નગર હવેલી જિલ્લાના શોપિંગ મોલ, થિયેટર વગેરેમાં ફાયર સેફ્ટીનું પાલન થાય એ માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ બધી જ જગ્યાઓ પર ફાયર સેફ્ટીનું પાલન થાય અને દર છ મહિને ફાયર સેફ્ટીનું ઓથોરાઈસ એજેન્સી પર ફાયર ઓડિટ કરવામાં આવે. ફાયર સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં અને આગની ઘટના વખતે સુગમતાથી પહોંચી શકાય એવી જગ્યા એ હોવું જોઈએ.
પર્યાપ્ત ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટની જાળવણી, અગ્નિશામક સાધનો, સ્મોક ડિટેક્ટર અને કટોકટી બહાર નીકળવાના સંકેતો, અગ્નિશામક ઉપકરણોને સુલભ સ્થળોએ પર્યાપ્ત રીતે મુકવા જોઈએ. સાથે જ દરેક કર્મચારીને આગની ઘટનાની પરિસ્થિતીમાં પહોંચી વળવા માટેની તાલીમ, ફાયરના સાધનોના ઉપયોગની તાલીમ આપવા જણાવવામાં આવ્યું હતું. આપાતકાલીન સ્થિતિમાં સ્થળ ખાલી કરવા માટેનો પ્લાન બનાવવા માટે જણાવ્યું હતું. તથા અધિકૃત એજન્સી દ્વારા ત્રિમાસિક ફાયર સેફ્ટી ઓડિટ કરાવવું આવશ્યક છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ઉપકરણોની તાપસ કરી ખામીયુક્ત વિદ્યુત ઉપકરણની બદલી કરવી જરૂરી છે. રસોડાવાળી રેસ્ટોરન્ટ્સ અને હોટેલોએ ગેસ કનેકશન અને રસોડામાં એક્ઝોસ્ટ સિસ્ટમ્સ સ્વચ્છ છે અને યોગ્ય રીતે કાર્ય કરે છે તેની કાળજી રાખવી જરૂરી છે.
જ્વલનશીલ સામગ્રીનો સંગ્રહ (જેમ કે સફાઈના લિકવિડ, ગેસ સિલિન્ડરો, રસોઈ તેલ, વગેરે) આગના સ્ત્રોતોથી દૂર સુરક્ષિત રીતે સંગ્રહિત થવું જોઈએ તથા સ્ટાફ અને મહેમાનોને સાથે રાખીને નિયમિત ફાયર ડ્રીલ હાથ ધરવા જોઈએ ફાયર વિભાગ અને સરકારના અન્ય તમામ વિભાગોને નિર્દેશ આપ્યો છે કે આગ સલામતીનાં પગલાંનું કોઈપણ રીતે ઉલ્લંઘન થવું ન જોઈએ.જો આવું થાય તો તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરવા જણાવાયું છે.
સક્ષમ અધિકારી દ્વારા રેસ્ટોરાં, હોટલ અને અન્ય ઉલ્લેખિત સંસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવે અને નિયમિત તપાસ થાય. તપાસ દરમિયાન ફાયર સેફ્ટીના નિયમનું પાલન ન કરવાથી દંડ થઈ શકે છે અથવા તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા. તમામ એડવેન્ચર પાર્કનું માળખાકીય સુરક્ષા ઓડિટમાંથી કરવા જણાવ્યું હતું. પ્રમાણિત સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને તેની નકલ સબમિટ કરવી આવશ્યક છે અને એક મહિનાની અંદર ફાયર અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટ રિપોર્ટની નકલ સબમિટ કરવા જણાવ્યું હતું.